પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા આપી ગતિપથનું સમીકરણ $y\, = \,(\tan \,{\theta _0})x\, - \,\frac{g}{{(2\,\cos \,{\theta _0})}}{x^2}$ મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ $: (Projectile motion and Projectile) :$ "જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેકવામાં આવે છે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઊર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્રી-પારિમાણિક $(2-D)$ ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે.

ક્રોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોનાં મૂલ્યોના સમી.

$x=\left(v_{0} \cos \theta_{0}\right) t$

અને $y=\left(v_{0} \sin \theta_{0}\right) t-\frac{1}{2} g t^{2}$ છે.

સમી. $(1)$ પરથી $t=\frac{x}{v_{0} \cos \theta_{0}}$ ને સમી.$(2)$માં મુક્તા

$y=\left(v_{0} \sin \theta_{0}\right)\left(\frac{x}{v_{0} \cos \theta_{0}}\right)-\frac{1}{2} g\left(\frac{x}{v_{0} \cos \theta_{0}}\right)^{2}$

$y=\tan \theta_{0} x-\frac{1}{2} \frac{g}{\left(v_{0} \cos \theta_{0}\right)^{2}} \cdot x^{2}$

885-s95

Similar Questions

$m$ દળ ધરાવતા બોલને ઉપર તરફ ફેંકવામાં આવ છે. બીજા $2m$ દળ ધરાવતા બોલને શિરોલંબ સાથે $\theta$ કોણે ફેંકવામાં આવે છે. બંને હવામાં સરખા સમય માટે જ રહે છે. બંને બોલ દ્વારા પ્રાપ્ત થતી અનુક્રમે ઊંચાઈઓનો ગુણોત્તર $\frac{1}{x}$ મળે છે. $x$ નું મૂલ્ય ......... હશે.

  • [JEE MAIN 2022]

$m$ દળના પદાર્થને સમક્ષિતિજ સાથે $45^o $ ના પ્રક્ષિપ્તકોણે $ v$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ જમીન પર આવે, ત્યારે તેના વેગમાનના ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

  • [AIPMT 2008]

સમક્ષિતિજ સાથે $40^{\circ}$ અને $50^{\circ}$ ના ખૂણે અનુકમે બે પ્રક્ષેપણ $A$ અને $B$ કરવામાં આવે છે. જેમનો વેગ સમાન છે.પછી $.............$

બે પદાર્થોને સમક્ષિતિજ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણો ઉપરની દિશામાં ફેકવામાં આવે છે. જો બન્ને પદાર્થ સમાન ઉંચાઈ પ્રાપ્ત કરે તો પદાર્થના પ્રક્ષિપ્ત સમયે તેના વેગના ગુણોતરનું મૂલ્ય કેટલું થાય ?

નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :

$(a)$  પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્યન સમય, માત્ર પ્રારંભિક વેગના શિરોલંબ ઘટક પર આધાર રાખે છે. 

$(b)$ પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈએ પ્રવેગ શૂન્ય હોય છે.

$(c)$  પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ પ્રક્ષિપ્ત કોણ પર આધાર રાખે છે.